છે બહુ પ્રેમ આ  રુદિયામાં

જાણું છું  નથી એ મારું તો પણ પ્રેમ શાને એટલો બધો મારામાં  ઉભરાયે છે

સાગર છે મારી અંદર  વિશાળ  જે  એની એક બુંદ પણ આભને સ્વીકાર નથી

વરસાવું કેમ કરી આ તણખલા હું

સઘળા વિશ્વમાં છે નહિ મારા રોગ ને કાજ કોઈ  દવા

છે નહિ મારો પ્રેમ ખમે એવો મોટો દરિયો ક્યાંય

ડૂબી જઈશ આ વખતે એવું લાગે છે દર વખતની જેમ

અને દર વખતે હેમખેમ બચી જાઉં છું…………………………………

Advertisements