પાણીની એક બુંદ સમ મારું જીવન રહે

સદાયે સર્વને તૃપ્ત કરનાર એવા મારા ગુણ રહે

 આડા  આવે પથ્થર  કે કોઈ પહાડ 

પ્રેમ વડે મારો રસ્તો બનાવનાર મારો સ્વભાવ રહે 

હિમ બનીને થીજી જાઉં  જો ક્યાંક હું 

સૂરજનાં  કિરણોની રાહ જોવાની મારામાં ધીરજ રહે 

ઊકળતા  તાપમાં જો આભમાં  અદૃષ્ય  થઇ જાઉં  

નીચે પડું ત્યારે કોઈ ફૂલના બિંદુની શોભા બની રહુ

 માટીમાં ખૂબ  મલિન  થાઉં તો પણ નિતાંત નિર્મળ રહ

  Water  purifier માં નાખે તો શુદ્ધ  બુંદ બની ને તારા કંઠમાં વસી જાઉં ……